- મહિલા દર્દીને બોટલ ચઢાવેલી હાલતમાં ચાલતા લઈ જવાઇ
- ટ્રોમાં સેન્ટરમાંથી પતિ સાથે ચાલીને જતી નજરે આવી દર્દી
- નવી સિવિલ હોસ્પિટલની બેદરકારી યથાવત રહી
સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની બેદરકારી યથાવત રહી છે. જેમાં નવી સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓના હાલ બેહાલ થયા છે. તેમાં મહિલા દર્દીને બોટલ ચઢાવેલી હાલતમાં ચાલતા લઈ જવાય છે. જેમાં ટ્રોમાં સેન્ટરમાંથી પતિ સાથે ચાલીને જતી દર્દી નજરે આવી છે.
નવી સિવિલ હોસ્પિટલની બેદરકારી યથાવત રહી
નવી સિવિલ હોસ્પિટલની બેદરકારી યથાવત રહી છે. તેમાં ટ્રોમાં સેન્ટરમાંથી મહિલા દર્દીને બોટલ ચઢાવેલી હાલતમાં પતિ સાથે ચાલતી ચાલતી જતી નજરે આવી છે. બોટલનો હાથ જો નીચે થઇ જાય તો લોહી બેક મારવાની શક્યતા વધી જતી હોય છે. જેમાં લોક ચર્ચા થઇ રહી છે કે ના સુધરે તે સિવિલનું તંત્ર છે. સુરતની નવી સીવીલ હોસ્પિટલમાં અગાઉ ઇજાગ્રસ્ત હાલતમાં લાવવામાં આવેલ યુવકનું સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને મોત નિપજતા પરિવારને જાણ કર્યા વિના જ બારોબાર પોસ્ટમોર્ટમ પણ કરી નાખવામાં આવ્યું હતુ.
પરિવારે હોસ્પિટલ પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા
યુવક પાસે મોબાઈલ હોવા છતાં હોસ્પિટલ અથવા પોલીસે પરિવારને જાણ કરવાની તસ્દી પણ લીધી નહોતી. જેના પગલે મૃતકના પરિવારે સુરત નવી સિવિલ હોસ્પિટલ પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા હતા. જેના પગલે પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિવારે હોસ્પિટલ પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા હતા. મૃતક યુવક પાસે મોબાઇલ હોવા છતાં હોસ્પિટલ તરફથી સંપર્ક અથવા જાણ પણ કરવામાં આવી નહોતી. પોસ્ટમોર્ટમ કર્યા બાદ રેલવે પોલીસે પરિવારને આ બાબતની જાણકારી આપી હતી. પરિવારે હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીન આક્ષેપ કરી કાર્યવાહીની માંગ કરી હતી.