- પિતા ત્રણ માસની બાળકીને રમાડતા રમાડતા ઉછાળી હતી
- પંખાની પાંખ લાગી જતા બાળકી ગંભીર ઈજાગ્રસ્ત
- ઈજાગ્રસ્ત બાળકીનું સારવાર દરમિયાન મોત
માતા પિતાના વ્હાલના કારણે નાની બાળકીનું મોત થયું હોય તેવો ચોંકવાનારો કિસ્સો સામે આવ્યો છે. ઘટના સુરતમાં બની છે જેમાં એક પિતા બાળકીને ઉછાળી ઉછાળી રમાડતા હતા. જેમાં બાળકીનું માથું ચાલુ પખાંની પાંખમાં આવી ગયુ હતું. આ પછી સારવાર બાદ 3 માસની બાળકીનું મોત નિપજ્યું છે.
પંખાની પાંખ લાગી જતા બાળકી ગંભીર ઈજાગ્રસ્ત
ઘણી વખત નાના બાળકોને વડીલો હવામાં ઉછાળીને રમાડતાં હોય છે. જેના કારણે બાળક ખુશ થાય છે અને મલકાય છે. પરંતુ તે ક્યારે જોખમી બની જાય છે તે કોઈ જાણતું હોતું નથી. આવી જ ઘટના વડીલોથી લઈ માતાપિતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં એક પિતા બાળકીને ઉછાળી ઉછાળી રમાડતા હતા. જેમાં બાળકીનું માથું ચાલુ પખાંની પાંખમાં આવી ગયુ હતું. આ ઘટનામાં 3 માસની બાળકીનું મોત નિપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, સુરતના લિંબાયત વિસ્તારની આ ઘટના છે. લિંબાયતના ખાનપુરા વિસ્તારમા મસરુદ્દીન શાહનો પરિવાર રહે છે. કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા મસરુદ્દીનને 3 પુત્રી અને એક પુત્ર છે. શનિવારે મસરુદ્દીન તેમની 3 મહિનાની દીકરી ઝોયાને રમાડી રહ્યા હતા. તેણે ઝોયાને રમાડવા માટે અદ્ધર ઉછાળી હતી, જેથી ઝોયાનું માથું પંખાની પાંખમાં આવી ગયું હતું. જેથી તે ઘાયલ થઈ હતી.
ગંભીર રીતે ઘવાયેલી ઝોયાને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેમાં સારવાર દરમિયાન 3 વર્ષની બાળકીનું મોત નિપજ્યુ હતું. લિંબાયત પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. જેની અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.