- હેડ કોન્સ્ટેબલે દારૂ પકડી પોતાના માણસને આપ્યો
- દારૂ ઝડપી કેસ કરવાને બદલે પોતાના માણસને આપ્યો
- અનિલ મોરી નામના હેડ કોન્સ્ટેબલે કાંડ કર્યાનો આરોપ
સુરતમાં સરોલી પોલીસે વિવાદ સર્જ્યો છે. જેમાં હેડ કોન્સ્ટેબલે દારૂ પકડી પોતાના માણસને આપ્યો છે. તેમાં દારૂ ઝડપી કેસ કરવાને બદલે પોતાના માણસને આપ્યો હતો. અનિલ મોરી નામના હેડ કોન્સ્ટેબલે કાંડ કર્યાનો આરોપ છે.
સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જેમાં તમામ મામલે સુરત ક્રાઇમબ્રાન્ચને તપાસ સોંપાયો છે. તેમાં સરોલી પોલીસના હેડ કોન્સ્ટેબલ દારૂ પકડીને કેશ કરવાના બદલે પોતાના માણસને આપી દીધો હતો. તેમાં સરથાણા પોલીસ રેડ કરીને રૂપિયા 60 હજારનો દારૂ પકડી પાડતા સમગ્ર ભાંડો ફુટ્યો છે. જેમાં સરોલીના અનિલ મોરી નામના હેડ કોન્સ્ટેબલે કાંડ કર્યો હોવાનો આરોપ છે. જેમાં સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. તથા તમામ મામલે સુરત ક્રાઇમબ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે.
પુણા પોલીસ સ્ટેશનથી છૂટું પાડી સારોલી પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું
પુણા પોલીસ સ્ટેશનથી છૂટું પાડી સારોલી પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સારોલી પોલીસ સ્ટેશન ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ. સુરત શહેરમાં દિવસેને દિવસે વસ્તી વધારો થઈ રહ્યો છે અને વિસ્તાર પણ મોટો થઈ રહ્યો છે. તેના કારણે નાની મોટી ફરિયાદીનું પ્રમાણ પણ વધ્યું છે. જેથી લોકોને સરળતાથી પોતાની ફરિયાદનો નિકાલ થઈ શકે તેને ધ્યાનમાં રાખીને એક પછી એક પોલીસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. જેમાં સરોલી પોલીસ સ્ટેશન બનાવ્યું હતુ. જેમાં તેના કર્મચારીઓ દારૂના કાંડ કરી રહ્યાં છે.