- નીલગીરી સર્કલ ખાતે યોજવામાં આવશે કાર્યક્રમ
- કાર્યક્રમને લઈને ઠેર ઠેર જગ્યા પર બેનરો લગાવવામાં આવ્યા
- બાગેશ્વર ધામ આયોજન સુરત સમિતિ દ્વારા કરવામાં આવ્યું આયોજન
સુરતમાં બાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમની તૈયારી શરૂ થઇ છે. જેમાં સુરતના લિંબાયતમાં ધીરેન્દ્ર શાસ્ત્રી આવશે. તેમાં નીલગીરી સર્કલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવશે. તથા કાર્યક્રમને લઈને ઠેર ઠેર જગ્યા પર બેનરો લગાવવામાં આવ્યા છે.
એક કિલોમીટર રોડ-શો કરશે
બાગેશ્વર ધામ આયોજન સુરત સમિતિ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જેમાં દિવ્ય દરબાર દિવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 30થી વધુ LED લાગશે, એક કિલોમીટર રોડ-શો કરશે. બે લાખથી વધુ લોકો ભેગા થયા તેવું આયોજન કરવામાં આવ્યું છે. સ્પેશ્યલ સ્વાગત ગાડી તૈયાર કરાશે. તથા 500 જેટલા હેલોજન મુકાશે. તથા બેરિકેટિંગ કરાશે. ચાર રૂટ ડાયવર્ટ કરવામાં આવશે.
અંદાજે 1 થી 1.5 લાખ લોકો હાજરી આપશે એવી અપેક્ષા
ભાજપના ધારાસભ્યે જણાવ્યું છે કે હિન્દુ સનાતન ધર્મનો પ્રચાર ધીરેન્દ્ર શાસ્ત્રી કરી રહ્યા છે. આપડે તેને ટેકો આપવો જોઈએ. બે દિવસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેને ઈચ્છા થશે તેને બોલાવશે અને તેની અરજી બાબા સંભાળશે. અંદાજે 1 થી 1.5 લાખ લોકો હાજરી આપશે એવી અપેક્ષા છે. અહી પ્રવેશ માટે કોઈ ફી રાખવામાં આવી નહોતી. પહેલા કમિટી બની હતી અને બાદમાં એ કમિટીના સભ્યોએ મારી મુલાકાત લીધી અને હું એ કમિટીના સભ્ય બની છું.
દિવ્ય દરબાર દિવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું
સુરત શહેરમાં બાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમની તૈયારી શરૂ થઇ છે. કાર્યક્રમને લઈને ઠેર ઠેર જગ્યા પર બેનરો લગાવવામાં આવ્યા છે. બાગેશ્વર ધામ આયોજન સુરત સમિતિ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો છે. દિવ્ય દરબાર દિવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.