- લોકસભા ચૂંટણીને લઇ બેઠક યોજાઇ
- વિકાસલક્ષી કાર્યોને લઇ બેઠકમાં ચર્ચા
- ચૂંટણીને લઇ ભાજપની નવી રણનીતિ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થયા બાદ હવે ભાજપ લોકોસભાની ચૂંટણી માટે તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. જેમાં ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીને લઇ સુરતમાં બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરતમાં એક મહત્વની બેઠક યોજાઇ હતી. બેઠકમાં રાજ્યની આઠ મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ અને તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
લોકસભા ચૂંટણીને લઇ ભાજપની નવી રણનીતિ
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવે છે, તેમ તેમ તમામ પક્ષો ચૂંટણીને લઇ રાજકીય રણનીતિ ઘડવાનું કાર્ય કરવા લાગે છે. જોકે ભાજપ પણ લોકસભાની ચૂંટણીને અલગથી રણનીતિ બનાવી રહી છે. જેમાં આજે સુરતથી ભાજપે લોકસભા ચૂંટણીનું હોમવર્ક શરૂ કર્યું છે. સુરતમાં ભાજપની મહત્વ પૂર્ણ બેઠક યોજાઇ હતી. જેમાં તમામ મહાનગરપાલિકામાં થયેલા વિકાસલક્ષી કાર્યોને લઇ ચર્ચા કરવામાં આવી સાથે જ જે વિકાસના કામો અધુરા છે, તેને પૂર્ણ કરવાને લઇ ચર્ચા પણ કરવામાં આવી હતી.
ભાજપની બેઠકમાં શું થઇ મહત્વની ચર્ચા?
આગામી લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં લઇને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા રાજ્યની 8 મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ અને તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ સહિતના આગેવાનોની હાજરીમાં વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ગુજરાતના ભાજપ સંગઠનના મહામંત્રી રત્નાકર પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. મહાનગરપાલિકામાં જે વિકાસના કામો થઈ રહ્યા છે તેનું પ્રેઝેન્ટેશન કરવામાં આવ્યું છે. આગામી લોકસભા 2024ને ધ્યાનમાં લઇ સુરતથી લોકસભા ચૂંટણીનું હોમવર્ક શરૂ કરવામાં આવ્યું હતું.