- બોગસ પેઢીઓ ઝડપી પાડવા 175 પેઢીની તપાસ
- સ્ક્રેપ બાદ ટેક્સ્ટાઈલના નામે બોગસ બિલિંગ કરાતું હોવાનું ઝડપાયું
- બોગસ પેઢીઓ ઝડપી પાડવા માટેની ડ્રાઇવ શરુ કરવામાં આવી છે
સેન્ટ્રલ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા દેશભરમાં 16 મેથી બોગસ પેઢીઓ ઝડપી પાડવા માટેની ડ્રાઇવ શરુ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી સીજીએસટી સુરત કમિશ્નરેટ દ્વારા 175 પેઢીઓ પર તપાસ કરવામાં આવી હતી. જે પૈકી 84 પેઢીઓ બોગસ નીકળી હતી. બોગસ પેઢીઓ પૈકી 70 ટકા પેઢીઓ સ્ક્રેપના નામે જીએસટી રજીસ્ટ્રેશન લીધુ હતુ. જ્યારે તે સિવાય ટેક્સટાઇલના નામે પણ બોગસ બિલિંગ કરવામાં આવતુ હતુ. આ ખુલાસો થતા વિભાગ પણ સાવધાન થઇ ગયુ છે અને આવી કોમોડિટી પર વિશેષ વોચ રાખવામાં આવી રહી છે. સુરત કમિશનરેટ દ્વારા અત્યાર સુધી કુલ 175 જેટલી બોગસ પેઢીઓ પર તપાસ કરવામાં આવી હતી. જેમાં 84 પેઢીઓ બોગસ નીકળી હતી. વધુ તપાસમાં ખુલાસો થયો કે 84 પૈકી 70 ટકા બોગસ પેઢીઓ સ્ક્રેપ વેપારના નામે રજીસ્ટર્ડ હતી જ્યારે બાકીની ટેક્સટાઇલ અને કેમિકલના નામે રજીસ્ટર્ડ હતી. હવે જીએસટી વિભાગે પણ આગળની તપાસ શરુ કરી છે. બોગસ બિલિંગ કરનારાઓ પૈકી મોટાભાગના વેપારીઓ અગાઉ પણ સ્ક્રેપના નામે રજીસ્ટ્રેશન મેળવે છે અને સરકારને ચુનો ચોપડે છે.