- ચાલુ ટ્રેનમાં મુસાફર 20થી 25 ફૂટ ઘસડાયો
- RPF જવાને યુવકનો જીવ બચાવ્યો
- સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ટ્રેન પકડવા માટે મુસાફરો ચાલુ ટ્રેન ચઢતા હોય છે. પરંતુ ચાલું ટ્રેનમાં ચઢવું મોતને આમંત્રણ આપવા સમાન છે. અનેક વાર ચાલુ ટ્રેનમાં ચઢવાના કારણે દુર્ઘટના ઘટતી હોય છે. તેવામાં આવીજ ઘટના સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરથી પસાર થઈ રહેલી હાવડા અમદાવાદ ટ્રેનમાં બેસવાનો પ્રયાસ કરી રહેલા મુસાફરનો પગ લપસી જતા મુસાફર ચાલુ ટ્રેન સાથે અંદાજિત 20 થી 25 ફૂટ ઘસડાયો હતો. ચાલું ટ્રેને ચઢી નહીં શકતા અશોક નામનો મુસાફર ટ્રેનના દરવાજે ફસાઇ ગયો હતો.
RPF જવાને યુવકનો જીવ બચાવ્યો
મળતી માહિતી મુજબ સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર હાવડા-અમદવાદા ટ્રેન આવીને થોભી હતી, ત્યારબાદ ટ્રેન નિયત સમય સુધી પ્લેટફોર્મ ૫૨ ઊભી રહ્યા પછી ઊપડી હતી. તે સમયે એક મુસાફરે ચાલું ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. દરવાજાનું હેન્ડલ પડકી ત્રણથી ચાર વખત ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરવા છતા સફળ થયો નહીં. તેવા સમયે ટ્રેનની ઝડપ વધતાં મુસાફર ટ્રેનના દરવાજા ઉપર જ ફસડાઈ પડ્યો હતો. દરવાજા પર ફસડાઈ પડેલા મુસાફરનું શરીર અડધું ટ્રેનની અંદર અને અડધું બાર લટકી રહ્યું હતું. મુસાફરના પગ બહાર હોવાથી પ્લેટફોર્મ સાથે ઘસડાઈ રહ્યા હતા. આવા સમયે પ્લેટફોર્મ નંબર એક પર હાજર મુસાફરો અને ફરજ બજાવતા RPF જવાન સી.ટી.બલકરે ચાલુ ટ્રેન સાથે દોડી મુસાફરના પગ પકડી રાખ્યા હતા. મુસાફરના પગ પકડી રાખી તેને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની ગેપમાં સરકી પડતાં બચાવ્યો હતો. આ સાથે જ અન્ય એક RPF જવાનો ચેઈન પુલિંગ કરી ટ્રેનને અટકાવી દીધી હતી. આરપીએફના જવાન અને મુસાફરોએ જીવના જોખમે યાત્રીને બચાવ્યો હતો. ઘટના બાદ યુવકે પોતાનું નામ અશોક કુમાર હોવાનું સામે આવ્યું છે.