- હજીરા નંદ નિકેતન ટાઉન શીપની ઘટના
- સુરતમાં બે સગી બેહનોના ડૂબી જતા મોત
- બાળકીઓ તળાવમાં ડૂબી તેનું કારણ અકબંધ
સુરતના હજીરમાં એક સોસાયટીના તળાવમાં 2 બાળકીઓનું ડૂબી જવાથી મોત થયું છે. મૃતક બંને બાળાઓ સગી બહેનો હતી અને થોડા દિવસો પહેલા જ તમિલનાડુથી આવી હતી. આ કરુણ ઘટના સુરતમાં હજીરામાં આવેલી નંદ નિકેટન ટાઉનશિપમાં બની હતી.
બંને બહેનો તમિલનાડુથી આવી હતી
બનાવની વિગતો એવી છે કે, સુરતના હજીરમાં આવેલી નંદ નિકેટન ટાઉનશિપમાં આવેલા તળાવમાં બુધવારે સાંજે 2 સગી બહેનો ડૂબી ગઈ હતી. બંને બહેનોની ઉમર 6 વર્ષ અને 9 વર્ષની હતી. બંને બહેનો બે દિવસ પહેલા જ તમિલનાડુથી આવી હતી.
પોલીસે તપાસ શરૂ કરી
બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, બંને બાળાઓ તળાવમાં કી રીતે ડૂબી તેનું કારણ જાની શકયું નથી. પોલીસે બંને બહેનોના મૃતદેહ કબજે કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.