- અડાજણની સુરભી ડેરી સહીત 10 નમૂના ફેલ
- પેસ્ટ્રી,આઈસ્ક્રીમ,બરફ ગોળા બાદ પનીરના નમૂનાના ફેલ
- 240 કિલો જેટલો પનીરના જથ્થોનો નાશ કરાયો
લોકોના આરોગ્ય સાથે કેવા પ્રકારના ચેડાં થઈ રહ્યા છે તે સામે આવી રહ્યું છે. જ્યાં એક તરફ લોકોને હાનિકારક મસાલાથી લઈ વિવિધ વસ્તુઓમાં ભેળસેળ જોવા મળી રહી છે ત્યાં સુરતમાં પનીરના સેમ્પલ ટેસ્ટમાં ફેલ ગયા છે. સુરત શહેરમાં અડાજણની સુરભી ડેરી સહિત 10 જગ્યાના નમૂના લેબ ટેસ્ટમાં ફેલ થયા છે.
240 કિલો જેટલો પનીરના જથ્થોનો નાશ કરાયો
આ ઉપરાંત પેસ્ટ્રી,આઈસ્ક્રીમ,બરફ ગોળા બાદ પનીરના નમૂના ફેઈલ જતાં તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં સુરત મનપા દ્વારા 240 કિલો જેટલો પનીરના જથ્થોનો નાશ કરવામાં આવ્યો છે. વેકેશનનો સમય હોવાને કારણે તેમજ લગ્નસરાને કારણે લોકો પનીર સહિતના ખાદ્ય પદાર્થનો ઉપયોગ વધારતા હોય છે. જેથી, લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તેના માટે આરોગ્ય વિભાગ સતત અલગ-અલગ જગ્યાએ તપાસ કરી રહી છે.
શહેરના અલગ-અલગ ઝોનમાં ટીમ બનાવીને ડેરી પ્રોડક્ટ અને ખાસ કરીને પનીરના સેમ્પલ લેવાયા હતા, જેને લઈને પનીર વિક્રેતાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. શહેરના મોટા વરાછા, સરસાણા, પાંડેસરા, અડાજણ સહિતના વિસ્તારોમાં જઈને સેમ્પલ લેવામાં આવ્યા હતા. વેકેશન હોવાને કારણે મોટાભાગના લોકો બહાર ખાવા માટે પણ જતા હોય છે તેમજ લગ્નસરાની અંદર પનીરનો ભરપૂર ઉપયોગ થતો હોય છે.
આ 10 સંસ્થાના પનીર પર કરવામાં આવી કાર્યવાહી
- કનૈયા ડેરી ફાર્મ (મોટા વરાછા)
- જય ગાયત્રી ડેરી અને પાર્લર (ઉગત રોડ)
- ઇન્ડિયા ડેરી(ઉધના)
- શ્રી ગુરુ લાભેશ્વર ડેરી અને મીઠાઈઓ (સરથાણા જકાતનાકા)
- શૈલેષ છગનભાઈ પટેલ(ખટોદરા)
- શ્રીજી ડેરી અને ચોપાટી આઈસ્ક્રીમ(પાંડેસરા)
- ગોગા માર્કેટિંગ (પર્વત પાટિયા)
- સુખસાગર ડેરી(આંજણા)
- સુરભી ડેરી સ્વીટ અને આઈસ્ક્રીમ (અડાજણ)
- નૂરાની ડેરી ફાર્મ (સગરામપુરા)
સુરત શહેર વિસ્તારમાં પનીરનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતી સંસ્થાઓની મે માસમાં ફુડ વિભાગનાં ફુડ સેફટી ઓફિસરો દ્વારા સ્થળ તપાસ કરી પનીરના નમૂનાઓ લેવામાં આવેલ હતા. જે પૈકી નીચે જણાવેલ કુલ 10 નમુનાઓ ધારાધોરણ મુજબ ન હોવાનું પણ સામે આવ્યું છે. જેના પર હવે સુરત શહેર આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.