હનુમાન ગાળા આશ્રમ ખાતે ખાલી કરવાના વન વિભાગના ફરમાન સામે ગુજરાત સરકારના વન મંત્રીને ગાંધીનગર ખાતે ધારાસભ્ય દ્વારા રૂબરૂ રજૂઆત રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી રૂબરૂ રજૂઆત મંત્રી દ્વારા ભાવિકોના હિતમાં યોગ્ય કરવા આપવામાં આવી ખાતરી
ખાંભા નજીક પહાડો અને જંગલની વચ્ચે આવેલા હનુમાન ગાળાના ભારદ્વાજ આશ્રમ આવેલો છે જેમાં સંચાલન કરનાર મહંતને જગ્યા ખાલી કરવા માટે મૌખિક સૂચના આપી હતી જે બાબતે ખાંભાના લોકો દ્વારા બંધ પાળવામાં આવ્યો હતો અને રેલી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હનુમાનગાળા બચાવ સમિતિ દ્વારા આ આંદોલન કરવામાં આવ્યું હતું
આજરોજ રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના મંત્રી મુળુભાઈ બેરા ને રૂબરૂ રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારની આસથા સ્વરૂપ આ સ્થળ છે જ્યાં વન વિભાગ દ્વારા વાર નિર્ણયો કરતા ભાવિકોમાં ભારે રોષ છે ત્યારે ભાવિકોના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આ ધાર્મિક સ્થળ ઉપર વન વિભાગ દ્વારા કોઈ નિયમો છૂટછાટ વાળા કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી જેના અનુસંધાને મંત્રીશ્રી દ્વારા પણ ભાવિકોના હિતમાં યોગ્ય કાર્યવાહી થાય તે માટે ખાતરી આપી હતી
રાજુલાના ધારાસભ્ય દ્વારા વન મંત્રીને રૂબરૂ રજૂઆત થતા ભાવિકોમાં એક નવી આસાનું કિરણ બંધાયું છે