- ચેરમેન રમેશ પટેલ અને તેમના પુત્રોની ધરપકડ કરાશે
- ભાગીદાર રસિક પટેલની પણ ધરપકડ થશે
- ચારેય આરોપીઓને પોલીસ આજે કોર્ટમાં રજૂ કરશે
અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં કૌભાંડના કેસમાં 4 લોકોની ધરપકડ કરાઇ છે. જેમાં અજય ઈન્ફ્રા.ના ડાયરેક્ટરોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ચેરમેન રમેશ પટેલ અને તેમના પુત્રોની ધરપકડ થઇ છે. સાથે ભાગીદાર રસિક પટેલની પણ ધરપકડ કરાઇ છે.
ચારેય આરોપીઓને પોલીસ આજે કોર્ટમાં રજૂ કરશે
ચારેય આરોપીઓને પોલીસ આજે કોર્ટમાં રજૂ કરશે. અમદાવાદના હાટકેશ્વર બ્રિજના કેસમાં અજય ઈન્ફ્રા.ના માલિકો પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. જેમાં ચિરાગ પટેલ, કલ્પેશ પટેલ ખોખરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. તેમાં આગોતરા જામીન રદ થતા પોલીસ સમક્ષ હાજર થયા હતા. જેમાં મેડિકલ ટેસ્ટ બાદ બંનેની ધરપકડ કરાશે. હાટકેશ્વર સ્થિત છત્રપતિ શિવાજી બ્રિજ મામલે અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કર્મચારિઓ ખોખરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે.
ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલ ખોખરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા
ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલ ખોખરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. જેમાં સેશન્સ કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી આગોતરા જામીન રદ્દ થયા બાદ બંને પોલીસ સમક્ષ હાજર થયા છે. આ કંપનીમાં રમેશભાઈ ચેરમેન અને તેનો દીકરો ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલ ડિરેકટર છે. તથા આરોપી રસિક પટેલ કંપનીના ભાગીદાર છે. આરોપી રસિકભાઈ અંબાલાલ પટેલ, રમેશ હીરાભાઈ પટેલ, ચિરાગ રમેશભાઈ પટેલ અને કલ્પેશ રમેશભાઈ પટેલની ધરપકડ કરાઇ છે. તથા ચારેય આરોપી 14 દિવસ રિમાન્ડ માંગણી પોલીસ કરશે.